જસદણ તાલુકાના ભંડારીયા ગામે એક ચોંકાવનારી ઘટનામાં 33 વર્ષની અસ્મિતાબેન ધર્મેશભાઈ મેટાળિયાએ જીવન ટુંકાવ્યું છે. પતિ દ્વારા જમીન વેચવાના પૈસા વાપરી નાખવામાં આવતા પતિ-પત્ની વચ્ચે થતી અવારનવારની ઉગ્ર બોલાચાલીએ અંતે શોકમય મોર પકડ્યો.
ગત 14 ડિસેમ્બરના રોજ વહેલી સવારે અસ્મિતાબેને ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું.
મૃત્યુ પામનારી પરણીતાને એક પુત્ર અને એક પુત્રી છે, જેમણે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
પ્રાથમિક માહિતી મુજબ પતિ ધર્મેશભાઈએ જમીન વેચી તે પૈસા પોતાના વપરાશમાં લઈ લીધા હતા, જે મુદ્દે પતિ-પત્ની વચ્ચે મતભેદ ઊભા થયાં હતાં. અંતે અસ્મિતાબેને આઘાતજનક પગલું ભર્યું.
ભાડલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોક અને અરેરાટીનું મોજું ફેલાવ્યું છે.