WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

તમને ખબર છે એક ગીત પાછળ કેટલા કસબીઓનો ફાળો હોય છે ?

આપણે હિંદી ફિલ્મોના દીવાના છે. એમાં કેટલી ફિલ્મોના ગીત ફિલ્મ કરતા પણ વધારે ધુમ મચાવી છે. જેમાં અનેક અમર રચનાઓ આપણને મળી છે. ગીત બનાવતી વખતે સઁગીતકારો ખુબ મહેનત કરતા હોય છે સઁગીતકારની આખી ટીમ હોય છે.
આપણા ઘણા ગીતોમાં ગિટારનો ઉપયોગ થાય છે. ઘણી વખતે તો ગિટારના યોગ્ય ઉપયોગને કારણે ગીત સુપર દુપર હિટ ગયું હોય એવા સુખદ સંજોગો પણ બન્યા છે.
ગિટારના એક અણમોલ સાંજીદાનું નામ છે " ગોરખ શર્મા " 
આપણા લોકપ્રિય સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલમાંથી પ્યારેલાલના નાનાં ભાઈ છે આ ગોરખ શર્મા. ગોરખ શર્મા ગિટારના સાચા અર્થમાં કસબી હતા. હિંદી ફિલ્મઉદ્યોગમાં એ સમયે મોટા ભાગના ગીતો શાસ્ત્રીય સંગીતના રાગ રાગીનીઓ આધારિત બનતા હતા તે પછી મેન્ડોલીનનું આગમન થયું પછી ગિટાર આવતા ગિટાર પર ગીતોનું સર્જન થવા લાગ્યુ.

1960 માં નાની વયે ગોરખ શર્માએ સંગીતકાર રવિ સાથે કામ કર્યું આપણા લોકલાડીલા મોહમ્મદ રફી સાહેબના સુમધુર અવાજમાં મેન્ડોલીન પર ગોરખશર્માએ આપણે એક ગીત આપ્યું ગીત આજે પણ સીનેરસીકોની પહેલી પસંદ છે. " ચોદવી કા ચાંદ હો " પછી ગોરખ શર્મા ગિટાર તરફ વળ્યાં. શંકર જયકિશન રવિ લક્ષ્મીકાંત પ્યારેલાલ કલ્યાનજી આનંદજી જેવા મહારથીઓની ટીમમાં ગોરખ શર્મા ગિટારીસ્ટ તરીકે રહી આપણે અનેક યાદગાર ગીતો આપ્યા. આપણે ગીતોમાં જે સંગીત સાંભળીએ છીએ અને તેમાં ગિટારની જે તર્જ પર આપણે ફીદા થઈએ છીએ તે ગોરખ શર્માની આંગળીનો જાદુ છે.
હરફનમૌલા ગાયક કિશોરકુમાર જયારે " મેરે મહેબૂબ કયામત હોગી " ગાય તે વખતે બ્રેકગ્રાઉન્ડમાં શર્માના ગિટારની ધૂન આપણે મદહોશ કરી દે છે. " નાઈટ એટ લંડન " ફિલ્મમાં એલ. પી. ના સંગીતમાં આવેલું રોમેન્ટિક ગીત " નજર ના લગ જાયે " સાંભળીએ ત્યારે એના શરૂઆતના ભાગમાં શર્માની આંગળીથી વાગતા ગિટારના સુર વાતાવરણને લંડનની રાત જેવું જ રંગીન બનાવે છે. 
રીસીકપૂરની પહેલી બ્લોક બસ્ટર ફિલ્મ બોબી માં જયારે રીસી " મેં શાયર તો નહી " માં તમે શર્માનો જાદુ સાંભળી શકો છો.

ગોરખ શર્માએ 1960 થી 1990 સુધીના સંગીતકારો સાથે બહુ કામ કર્યું છે સંગીતકાર કોઈ પણ હોય ગિટારની વાત આવે એટલે પહેલા ગોરખ શર્માની જ યાદ આવે રાહુલ રોય અનુઅગરવાલની સુપર હિટ ગીત સંગીતવાલી ફ્લોપ ફિલ્મમાં પણ ગોરખ શર્માએ પોતાનો કસબ બતાવ્યો હતો. ગીતો આજે પણ ગણગણવા ગમે છે "સાંસો કી જરૂરત હે જેસે " ની ગિટારની મેલોડી આજે પણ આપણે બધાને યાદ છે શર્માની બીજી એક કર્ણપ્રિય અમર રચના શાહરુખની ડર ની " જાદુ તેરી નજર " છે 
આવી અનેક બહેતરિન તર્જના રચયિતા ગોરખ શર્માને સુપર દુપર સેલ્યુટ 
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો