બોડી ગામ પાસે બોડી ગામના દંપતી પોતાની વાડીએથી ઘર તરફ બાઈક લઈ આવી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી પીકઅપા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી.
જેઓનું સારવાર દરમિયાન પતિનું મોત નીપજ્યુ હતું. જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હાથ ધરાઇ છે. બોટાદના બોડી ગામે રહેતા ધારશીભાઈ મેરાભાઇ કુકડીયા ઉં.વર્ષ 41ના ભાઈ અશોકભાઈ અને તેમના પત્ની હંસાબેન બોડી ગામની સીમમાં આવેલી પોતાની વાડીએથી બોડી ગામે તેનું બાઇક નં. જી.જે. 01 ઈડી 5713 લઈને જતા હતા તે દરમિયાન સાંજના સમયે પાછળથી આવી રહેલા પીકઅપ વાહનના ડ્રાઇવરે પોતાની પીકઅપ વાન પૂરઝડપે હંકારી અશોકભાઈના મોટરસાયકલ સાથે ટક્કર મારતાં અશોકભાઈ અને તેના પત્ની હંસાબેનને બાઇક સાથે ફંગોળાયા હતા. જેમાં અશોકભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા માથાના ભાગે અને અન્ય ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જ્યારે તેના પત્નીને ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અશોકભાઈનું મોત નિપજ્યુ હતું જ્યારે તેમના પત્નીને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં છે. અશોકભાઈના ભાઈ ધારશીભાઈએ પાળીયાદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.