WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વોટ્સએપ પર ફેક ન્યૂઝ વહેતાં અટકશે!:'રિવર્સ ઇમેજ સર્ચ' ફીચરથી ફોટોને તરત જ વેરીફાઈ કરાશે, જાણો કેવી રીતે કામ કરશે

વોટ્સએપ તેના મોબાઈલ યુઝર્સ તેમજ વેબ યુઝર્સ માટે સતત નવા ફીચર્સ અપડેટ કરી રહી છે. હવે વેબ યુઝર્સ માટે એક ખાસ અપડેટ કરવામાં આવ્યું છે. WhatsApp દ્વારા આ ફીચરનું નામ 'રિવર્સ ઇમેજ સર્ચ' આપવામાં આવ્યું છે. 
આ ફીચરમાં યુઝર્સ ગૂગલ દ્વારા મળેલા કોઈપણ ફોટોને તરત જ વેરીફાઈ કરશે. આનાથી તેઓને મળેલી કોઈપણ ઈમેજ અસલી છે કે ફેક તે શોધવું સરળ થઈ જશે. આ ફીચર પર કામ ચાલી રહ્યું છે અને તેને આગામી અપડેટ્સમાં રોલઆઉટ કરી શકાશે.

આ ફીચરથી શું ફાયદો થશે?
આજકાલ ઇન્ટરનેટ ફેક ન્યૂઝ સૌથી મોટી સમસ્યા છે. ઘણી વખત નકલી ફોટોગ્રાફ્સ સાથે એવા દાવા કરવામાં આવે છે, જેનાથી સમાજમાં અશાંતિ ફેલાય છે અને હિંસા પણ ભડકી ઉઠે છે. 
આ ઉપરાંત, AIના આગમન પછી, એવી તસવીરો પણ શેર કરવામાં આવી રહી છે જે વાસ્તવિક લાગે છે, પરંતુ તે ખોટા ઇરાદા સાથે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવામાં આવતી હોય છે.

કેવી રીતે કામ કરશે?
વોટ્સએપ વેબ પર આવતા આ ફીચરની મદદથી યુઝર્સ એપ પરની કોઈપણ ઈમેજને સીધી ગૂગલ પર રિવર્સ સર્ચ કરી શકશે. અત્યાર સુધી તેમને રિવર્સ સર્ચ કરવા માટે ઇમેજ ડાઉનલોડ કરીને ગૂગલ પર અપલોડ કરવી પડતી હતી. 
હવે વેબ પર સર્ચનો વિકલ્પ ઇમેજની ઉપર દેખાતા 3 ડોટ્સવાળું મેન્યૂ જોવા મળશે. એમાં 'સર્ચ ઓન ધ વેબ' ઓપ્શનને પસંદ કરવું. ઓપ્શન પસંદ કરતાં જ ગૂગલના ડેટાબેઝમાં તે ઇમેજને સર્ચ કરવામાં આવશે. આથી જ જો ઇમેજ કોઈએ એડિટ કરી હશે, તો તેની જાણ થઈ જશે. જો તે Google પર ઉપલબ્ધ છે, તો તેનો સંપૂર્ણ સંદર્ભ મૂળ વેબસાઇટની મુલાકાત લઈને શોધી શકાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો