WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ધોરણ 12 સાયન્સની પ્રિલિમરી પરીક્ષા 2025માં ફેરફાર કરવામાં આવ્યો

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રિલિમરી પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલાં 20થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાવાની હતી પરંતુ હવે ફેરફાર કરી 16થી 21 જાન્યુઆરી કરવામાં આવી છે. 
કારણ કે 22થી 23 જાન્યુઆરી દરમિયાન JEE-MAINની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતા 1200થી વધુ વિદ્યાર્થીઓની પ્રિલિમરી પરીક્ષાનું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજન કરાયું હતું. 

પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પ્રિલિમરી દ્વીતિય પરીક્ષા અને JEE-MAINની પ્રથમ તબક્કાની પરીક્ષાઓની પરસ્પર તારીખ એકસરખી હોવાથી સંદર્ભ દર્શિત કારોબારી સમિતિના ઠરાવ મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમરી પરીક્ષામાં ફેરફાર કરાયા છે.
જેઇઇ મેઇનની પરીક્ષા તારીખ 22મી, જાન્યુઆરીથી 31મી, જાન્યુઆરી સુધી યોજવાની હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સની પ્રિલિમરી અને દ્વીતિય પરીક્ષા હવેથી તારીખ 16મી જાન્યુઆરીથી 21 જાન્યુઆરી 2025 દરમિયાન લેવાશે. 

આ સિવાય અન્ય ધોરણની પ્રિલિમરી, દ્વીતિય પરીક્ષા બોર્ડના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં જણાવ્યા મુજબ 20થી 28 જાન્યુઆરી 2025 દરમિયાન યથાવત રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો