હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૨૭ ફેબ્રુઆરી ૧૭ માર્ચ સુધી ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષા લેવામાં આવશે આ અંગે રાજ્યના શિક્ષણ વિભાગએ વિદ્યાર્થી અને વાલીઓ માટે એક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરતાં શિક્ષણ વિભાગના આ નિર્ણયને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકારી જણાવ્યું હતું કે રાજયનું શિક્ષણ બોર્ડ વિદ્યાર્થી માટે સતત અપડેટ રહે છે તેને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાનું માનસિક તાણ દૂર થશે.
વિજયભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર આગામી તા.૨૭ જાન્યુઆરી સોમવારથી તા.૧૭ માર્ચ સુધી ૧૧ વાગ્યાથી સાંજના ૬ વાગ્યાં સુધી કાર્યરત રહેશે જે થકી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહેશે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ રહેશે વિજયભાઈએ જણાવ્યું હતું કે જસદણ શહેરના વિધાર્થીઓ આ હેલ્પલાઈન નંબર અવશ્ય નોંધી લે આમ છતાં જસદણ શહેરના કોઈ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ હોય તો મારો સંપર્ક સાધી શકે છે.
Tags:
Jasdan