WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાના 64 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ: મંગળવારે મત ગણતરી

જસદણ નગરપાલિકાનું 52.14 ટકા મતદાન 
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ મતદારોનો આભાર માન્યો 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે શાંતિપુર્ણ માહોલ વચ્ચે યોજાય જેમાં પાટલા થી ખાટલા સુધીના દરેક મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું શહેરના 44 બુથોના ઈવીએમ આજે સાંજે જસદણની મોડલ સ્કુલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં ભારે બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં શીલ કરવામાં આવ્યાં હતાં જેની મત ગણતરી તા.18 ને મંગળવારના રોજ સવારે ઉમેદવારોની હાજરીમાં કરવામાં આવશે જેમાં કુલ મળી 28 ઉમેદવારો જીતનો આનંદ મનાવશે આ વખતની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ, આપ પાર્ટીના ઉમેદવાર સહિત અપક્ષના એક માત્ર ઉમેદવાર સુરેશભાઈ છાયાણી સહીત કુલ મળીને 64 ઉમેદવારો મેદાનમાં હતાં તે તમામનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે પણ અત્યાર સુધીમાં કોઈ પાર્ટી તરફથી અમે જીતશું એવી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી પણ આ તકે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પત્રકારો સમક્ષ મતદારોનો જાહેર આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાય જેમાં ફર્સ્ટ વોટરથી માંડી બુઝુર્ગ સુધીના મતદારોએ પોતાનો કિંમતી સમય ફાળવી મતદાન કર્યું અને ઘણાં સમયથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ જે ભારતીય જનતા પાર્ટી માટે રાત દીવસ સુધી નિઃસ્વાર્થ જહેમત ઉઠાવી હતી તેમનો આ તકે આભાર વ્યકત કરું છું છેલ્લે જણાવ્યું હતું કે જે ચુકાદો નાગરિકો આપે તે લોકશાહીમાં શિરોમાન્ય હોય છે ચૂંટણી આવતી જતી હોય છે પણ લોકોના દિલમાં સ્થાન હોવું એ સૌથી મોટી જીત છે ફરીવાર તેમણે મતદારો અને ભાજપના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો