જસદણમાં શિવરાત્રીએ શિવ મંદિરો ભકિતભાવથી ગુંજી ઉઠશે: પર્વની શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં શિવરાત્રીએ દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ભકિતભાવથી ગુંજી ઉઠશે ભાવિકો દ્વારા શિવજીનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે આ અંગે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.
આ મહા પર્વ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ અને વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ નાગરિકોને આ મહા શિવરાત્રીની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે આ રાત્રિ તમારી ભાવનાઓ અને શ્રદ્ધાને વધુને વધુ મજબુત બનાવે અને આધ્યાત્મિક વિકાસથી છલોછલ ભરેલી દરેક નાગરિકોનો વિકાસ કરે એવી શુભેચ્છા પાઠવી હતી.