WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાના આગામી પ્રમુખ તરીકે ગભરુભાઈ ધાધલનું ઉપસતું નામ

જસદણ નગરપાલિકાના આગામી પ્રમુખ તરીકે ગભરુભાઈ ધાધલનું ઉપસતું નામ 
જસદણ: જસદણ નગરપાલિકાના આગામી પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીને હજું 15 દિવસ જેટલો સમય નીકળી જશે પણ ચૂંટાયેલા કેટલાંક સભ્યોએ પ્રમુખ બનવાં માટે એડી ચોટીનું જોર લગાવ્યું હોવાની વિગત સાંપડે છે ત્યારે પ્રથમ ટર્મમાં ભાજપના વોર્ડ નંબર 3માંથી ચૂંટાયેલા સિનિયર સભ્ય ગભરુભાઈ ધાધલ પ્રમુખ બને એવી વિગતો હાલ સાંપડી રહી છે કારણ કે ભાજપના અનેક નેતાઓ નજીક રહેલાં ગભરુભાઈએ પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી હોવાનું જાણવા મળેલ છે.
જોકે જસદણ નગરપાલિકાના ઈતિહાસમાં છેલ્લી ઘડીએ ફેરફારો પણ થયા છે જસદણ નગરપાલિકાની સભ્યની સંખ્યા જોઈએ તો ગત ચુંટણીમાં ભાજપએ જબરું કાંઠું કાઢી પોતાના 22 સભ્યો ચૂંટાઈ આવતાં ભાજપની બોડી બની છે આ અંગે ગભરુભાઈ ધાધલએ જણાવ્યું હતું કે હું જસદણ નગરપાલિકામાં છેલ્લી બે ટર્મથી વૉર્ડ નંબર 3માં પૂર્ણ બહુંમતીથી ચૂંટાઈ આવું છું ભાજપના સંગઠનમાં મેં જબરી કામગીરી ભુતકાળમાં કરી છે એનું ફળ મને આ વખતની નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીમાં મને અવશ્ય મળશે એવો મને દ્રઢ વિશ્વાસ છે આગેવાનોને મારા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ બાબત પર ખરો ઊતરીશ.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો