જસદણ: રાજયનાં કેબિનેટ મંત્રીએ રકાબીમાં કોફીની લિજ્જત માણી
જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રકાબીમાં કોફીની લિજ્જત માણી અત્યંત સાદાઈનું પ્રદશન કર્યુ હતું અત્યારના યુગમાં સામાન્ય ગ્રામ પંચાયતનો સભ્ય હોય તો પણ જમાના પ્રમાણેની આધુનિકતા સ્પર્શી જતી હોય છે ત્યારે લાંબા સમયથી રાજકીય ક્ષેત્રે કાર્યરત અને હાલમાં કેબિનેટ મંત્રીનો હોદ્દો હોવાં છતાં સામાન્ય સેવક બની પ્રજાની સાથે રહેતાં કુંવરજીભાઈ બાવળીયાએ સાદાઈનું પ્રદશન કર્યુ હતું પ્રવાસ દરમિયાન તેમની સાથે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ પત્રકાર કાળુ ભગત, દુર્ગેશ કુબાવત સાથે જોડાયા હતા.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ