ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે કાલે ભગવાન શિવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી. સવારે પહોરથી જ મંદિર પરિસરમાં ભક્તો "હર હર મહાદેવ"ના જયઘોષ સાથે દર્શનાર્થે પહોંચવા લાગ્યા હતા.
મંદિરમાં આરતી અને અભિષેક જેવી વિધિઓમાં ભાગ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી, જ્યારે કેટલાકે પગપાળા મુસાફરી કરીને પણ મહાદેવના દર્શનનો પુણ્યલાભ મેળવ્યો.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને મંદિરની વિશેષતા
આ મંદિરનો ઇતિહાસ ૧૫મી સદી (ઇ.સ. ૧૪૫૭) સુધી પહોંચે છે. જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામ વચ્ચે આવેલી નદીના કિનારે શિવલિંગની સ્થાપના વેજળ ભટ્ટ નામના બ્રાહ્મણે કરી હતી.
ઐતિહાસિક સંદર્ભ પ્રમાણે, એક યુદ્ધ દરમિયાન "ઘેલો વાણીયો" નામના યોદ્ધાની મૃત્યુ પછી મંદિર અને નદીને અનુક્રમે "ઘેલા સોમનાથ" અને "ઘેલો નદી" નામ આપવામાં આવ્યા. આ યુદ્ધમાં હજારો બ્રાહ્મણોના બલિદાનનો ઉલ્લેખ પણ ઇતિહાસમાં સચવાયો છે.
મંદિરની સામેના ડુંગર પર મીનળદેવીએ સમાધિ લીધી હોવાની માન્યતા પણ ભક્તોમાં પ્રચલિત છે.
ધાર્મિક ઉત્સાહ અને સંસ્કૃતિનો પરંપરાગત અનુભવ
આજે મંદિરમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ફળ, ફૂલ અને જળથી અભિષેક કર્યો, જ્યારે સાંજે આરતીના સમયે ધાર્મિક ભાવના વધુ પ્રગટ થઈ. લોકોમાં માન્યતા છે કે આ સ્થાને દર્શનથી મોક્ષનો માર્ગ સુગમ થાય છે.
પ્રાચીન સંસ્કૃતિ અને ઐતિહાસિક ઘટનાઓના સંગમરૂપ આ મંદિરની મહત્તા ધાર્મિક ઉત્સાહી લોકો માટે અનન્ય છે.
રિપોર્ટ: રસીક વીસાવળીયા (કચ્છ આમતક ન્યૂઝ), જસદણ
સહયોગ: કિશન પ્રજાપતિ, અજયભાઈ વાસાણી (આદમી પાર્ટી જિલ્લા મંત્રી)