WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગુજરાતમાં શિક્ષણ અને ગુજરાતીની દુર્દશા માટે આપણે બધા પણ જવાબદાર છીએ.

કોઈ પણ દેશને ખલાસ કરવો હોય ખતમ કરવો હોય તો એની શિક્ષણ વ્યવસ્થાને લૂણો લગાડી દેવો. શિક્ષણ વ્યવસ્થા કમજોર નબળી કરી દેવી. સામાન્ય રીતે આ કામ વિદેશી પાવરફુલ સરકારો કરે છે. જેમ આપણે હમણાં જોયું કે ગઇ લોકસભાની ચૂંટણીમાં અમેરિકા મારફત ચૂંટણીમાં દખલ થઈ હતી.

પણ આપણે ત્યાં અફસોસ કમનસીબે આ કામ ખુદ આપણી સરકાર આપણું શિક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રી કરી રહ્યા છે. ગુજરાતીમાં હજારો વિદ્યાથીઓ દર વરસે નાપાસ થાય છે. કારણકે ધોરણ ૮ કે ૯ માં પરીક્ષા આપતો વિધાથી પરીક્ષાનું પ્રશ્નપત્ર બરાબર વાંચી સમજી શકતો નથી. વિધાર્થીને ગુજરાતી બરાબર વાંચતા લખતા સમજતા આવડતું નથી. એટલે સવાલ શું પૂછયો છે? એ જ એને સમજ પડતી નથી. સવાલ સમજી શકે તો જવાબ આવડે ને? 

આમાં શાળા શિક્ષકો વાલીઓ વિદ્યાથીઓ કોણ વાંક કાઢવો એ એક યક્ષ પ્રશ્ન છે. આપણી પાસે સારા સજ્જ ગુજરાતીના શિક્ષકો નથી. છે તો એમને ઠોઠ નબળા વિદ્યાથીઓ પર મહેનત કરવી નથી. વિદ્યાથીઓને સરળ ગુજરાતી વિષય ખુબ જ અઘરો લાગે છે.

આપણે બે ગુજરાતી વ્યક્તિઓ મળે તો ગુજરાતીમાં વાત કરવાને બદલે હિંદી કે અંગ્રેજીમાં શા માટે વાત કરીએ છીએ એ મને ઝટ સમજાતું નથી. ઘરમાં પણ માતાપિતા ગુજરાતીમાં જ બોલે બોલવાનો આગ્રહ રાખે તો જ સંતાન ગુજરાતીમાં બોલતા થાય ઘરમાં ગુજરાતી સ્થાનિક પેપરો કેટલા વાલી મંગાવે છે? કેટલા વાલીઓ સંતાનો સામે ગુજરાતી બોલે છે? ગુજરાતી વાંચે છે? ગુજરાતી મેગેઝિન મંગાવે છે? 

ગુજરાતીની શાળાઓ ધડાધડ બંધ થઈ રહી છે. અંગ્રેજીની નવી શાળાઓ ખુલી રહી છે. ખુદ સરકારી આંકડા પ્રમાણે સરકારી પ્રાથમિક શાળાઓમાં પુરતા વર્ગખંડ જ નથી પુરતા ક્લાસરૂમ જ નથી .

આપણા વિકસિત અને કહેવાતા પ્રગતિશીલ ગુજરાત રાજ્યમાં ૩૨૭ શાળાઓ એવી છે કે જ્યાં પુરતા વર્ગખંડને અભાવે એક જ વર્ગખંડમાં એક જ ક્લાસરૂમમાં તમામ ધોરણના વિદ્યાથીઓ અભ્યાસ કરી રહ્યા છે ગુજરાતમાં શાળાઓ અને વિદ્યાથીઓ બેસહારા લાચાર મજબુર છે.

ગુજરાત શિક્ષણમાં હરણફાળ ભરી રહ્યું છે એવી વાતો કરવામાં આવે છે પણ વાસ્તવિકતા ખુબ જ ડરામણી છે. ગામડાની શાળાઓના વિદ્યાથીઓની હાલત વધુ ખરાબ છે.

શિક્ષણ વિભાગે વિધાનસભામાં ખુદ કબુલ કર્યું છે કે ગુજરાતમાં ૩૨૭ શાળાઓ એવી છે કે જેમાં માત્ર અને માત્ર એક જ વર્ગખંડ છે વર્ગખંડના અભાવે બધા જ ધોરણના વિદ્યાથીઓને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે. 

બોલો એક ધોરણના ૩૦/૩૫ વિદ્યાથીઓ ગણો તો બધા જ ધોરણના કેટલા વિદ્યાથીઓ થાય? આટલા બધા વિદ્યાથીઓ એક જ વર્ગખંડમાં એક સાથે કેવી રીતે બેસતા હશે? ક્યાં શિક્ષક ક્યાં ધોરણના વિધાથીને કયો વિષય ક્યારે ભણાવતા હશે? એ કલ્પનાનો વિષય છે .

એક બાજુ જોરશોરથી શાળાઓમાં પ્રવેશ આપવા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. પેપરોમાં ટી. વી. પર સોશિયલ મીડિયામાં ફોટા વિડિઓ મુકી વાહ વાહ કરવામાં આવે છે સ્માર્ટ ક્લાસ રૂમના બણગા ફુંકવામાં આવે છે. 

આટઆટલા વિદ્યાથીઓ અભ્યાસ તો છોડો એક સાથે અલગ અલગ ધોરણના વિદ્યાથીઓ આટલી મોટી સંખ્યામાં નાના સાંકડા વર્ગખંડમાં કેવી રીતે બેસતા હશે? કારણકે આપણે આપણી શાળાઓ અને વર્ગખંડના હાલહવાલ જાણીએ જ છીએ
માત્ર ને માત્ર સમય પસાર કરીને દિવસો પુરા કરવાનો શું મતલબ? શું આ વિદ્યાથીઓમાથી કોઈ ઇજનેર ડોક્ટર વકીલ કે સાયન્ટિસ બની શકશે? પોતાનું અને પોતાના મધ્યમવર્ગીય પરિવારનું ભરણપોષણ કરી શકવા સમર્થ હશે? 

ગુજરાતની શાળાઓમાં હજુ ૯૫૦ થી વધુ શાળાઓમાં આચાર્યોની નિમણૂક બાકી છે. આશરે ૨૫૦૦ થી વધુ શિક્ષકોની ભરતી બાકી છે. ગુજરાતી સરળ સારી રીતે વિદ્યાથીઓ રસ લેતા થાય એ રીતે ભણાવતા શિક્ષકો શોધવા ક્યાં? નિવૃત સારા શિક્ષકો સાહિત્યકારોની મદદ લઈને હાલતમાં સુધારો લાવી શકાય એમ છે . 

સુરતમાં પણ કેટલા બધા ગુજરાતી વિષયના સારા જાણકાર દક્ષ શિક્ષકો છે જ. કેટલા નિવૃત સારા શિક્ષકો ગુજરાતી ભાષા પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે નિવૃત થઈને પણ ખુબ જ સારી રીતે ગુજરાતીની સેવા કરી રહ્યા છે . ખુબ સરસ અને અભિનંદનીય કાર્ય કરી રહ્યા છે . 

એમનો ભાષાપ્રેમ અને એમની નિઃસ્વાર્થ સેવા માટે એ સર્વ કાબેલ દક્ષ જાણકાર શિક્ષકોના ચરણોમાં કોટી કોટી વંદન.

સરકાર શિક્ષણવિભાગ શિક્ષણમંત્રી શિક્ષકો વાલીઓ નિવૃત્ત મહારથીઓ ભેગા મળી ખરેખર જમીની સ્તરે પાયાના સ્તરેથી શું થઈ શકે એમ છે એ વિશે મનોમંથન કરી ઉપાયો બતાવે તો કઈ હાલતમાં સુધારો થાય એમ છે. ગુજરાત તો સાક્ષરોની ભુમિ ગણાય છે. અહીં આપણે બધા ભેગા મળીને જરૂર માં ગુજરાતીની સેવા કરવાનું આજથી શરૂ કરી દઈએ.

જય જય ગરવી ગુજરાત 
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો