WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ચિત્તલીયારોડ કરોડો રૂપિયાના રોડમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર: અપક્ષ સભ્ય સુરેશભાઈ છાયાણીનો આક્ષેપ

જસદણના ચિત્તલીયારોડ કરોડો રૂપિયાના રોડમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર: અપક્ષ સભ્ય સુરેશભાઈ છાયાણીનો આક્ષેપ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાના વિસ્તાર ચિત્તલીયા કુવારોડ પર સિમેન્ટ રોડ બની રહ્યો છે ત્યારે આ કામમાં લોટ પાણી લાકડા જેવો તકલાદી બની રહ્યાંનો આક્ષેપ જસદણ નગરપાલિકાના વૉર્ડ નંબર 5માં અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ જસદણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં જણાવ્યું હતું કે ચિતલીયા રોડ પર રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુ રકમનું રોડ બનાવવાનું શરૂ છે.
પણ આ રોડ ટેન્ડરના નિયમ મુજબ ચાલતું નથી ભૂકીની જગ્યા પર કપચી વાપરવામાં આવે છે તે કપચી પણ છ ઇંચ જેટલી નાખવામાં આવી નથી તેમણે જણાવ્યું હતું કે આ રોડ પર નલ સે જલ યોજના હેઠળ નવી પાઇપ લાઈન નાખી છે તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું નથી.
ગટરના ઢાંકણા પણ તૂટી ગયેલી હાલતમાં છે છતાં આ રોડનું નબળું કામ ચાલું છે ત્યારે મને એમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે જો આ કામ અંગે કોઈ શિક્ષાત્મક પગલાં નહી લેવામાં આવે અને કોન્ટ્રાક્ટરોના બિલ જો ચૂકવવામાં આવશે તો મારે ન છુટકે પ્રાદેશિક નિયામકને રજુઆત કરવી પડશે એમ સુરેશભાઈએ અંતમાં જણાવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો