WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણની સોલીટેર સોસાયટીમાં નવનિર્મિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ચારવેદના ભૂદેવો દ્વારા મૂર્તિઓમાં પ્રાણ પુરવામાં આવશે

આવતી કાલે તા.8 થી 10 સુધી સોલીટેર સોસાયટી પરિવાર દ્વારા ત્રિદિવસીય પ્રસંગોની ધામેધૂમે ઉજવણી કરવામાં આવશે.
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 

જસદણમાં આટકોટ રોડ પર આવેલ સોલીટેર સોસાયટીના રહીશોની અખૂટ શ્રદ્ધા અને ભક્તિભાવના કારણે સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં શ્રદ્ધાના પ્રતિક સમાન ભગવાન શિવજીનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. જેની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે તા.8 થી 10 સુધી ઉજવવામાં આવશે અને ભગવાન શિવ પરિવારની મૂર્તિ બિરાજમાન કરવામાં આવશે. આ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના શાસ્ત્રી પદે શ્રીહરકાન્તભાઈ શુકલ(મોટાદડવા વાળા) બિરાજી ભગવાનની શિવલિંગ અને તેમના પરિવાર પાર્વતીજી, ગણેશજી, કાચબો, નંદીની પણ મૂર્તિઓ લાવીને શાસ્ત્રોક્તવિધિથી પ્રાણપ્રતિષ્ઠા કરાવશે. આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સોલીટેર સોસાયટીના શ્રીરામેશ્વર મહાદેવ યુવક મંડળ અને શ્રીરામેશ્વર મહાદેવ મહિલા મંડળ તેમજ સમસ્ત સોલીટેર સોસાયટી પરિવારના સહયોગથી કરવામાં આવ્યું છે.

આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ચારેય વેદના ભૂદેવો દ્વારા તમામ મૂર્તિઓનો કુટિર હોમ કરીને આવતી કાલે તા.8 ના સવારે 8-30 કલાકે જલયાત્રા અને નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ પ્રાયશ્ચિત હોમ કરીને મૂર્તિઓને જલાધીવાસ કરાવવામાં આવશે અને મંડપ પ્રવેશ કરીને મૂર્તિઓનો ધાન્યધીવાસ કરાવીને મંડપના તમામ સ્થાપિત દેવોની પૂજા કરી તેને લગતો વૈદિક હોમ આપી આ મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠાના મંત્રો ભણીને પ્રાણ પૂરવામાં આવશે. આમ રંગે ચંગે જસદણની સોલીટેર સોસાયટીમાં ભગવાન શિવપરિવાર દેવોની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવશે.

આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવતી કાલે તા.8 ને મંગળવારે રાત્રે હનુમાન ચાલીશાના પાઠ અને રાસ-ગરબા, તા.9 ને બુધવારે રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં કિશોરગીરી ગોસ્વામી(ભજનિક), અલ્પાબેન પરમાર(લોકગાયિકા), દેવલભાઈ મહેતા(સાહિત્યકાર), રામજીભાઈ પંચાસરા, રમેશભાઈ કાપડી અને કરણભાઈ મહેતા સહિતના નામી-અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે. તેમજ તા.10 ને ગુરૂવારે સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે સેવાભાવીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં શિવભકતો સહિત ધર્મપ્રેમી જનતાને પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમ સોલીટેર સોસાયટીના પ્રમુખ દિપકભાઈ રવિયાની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો