હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં વિવિધ કામોની બહાલી માટે શુક્રવારે સાંજે એક ખાસ સામાન્ય સભા યોજાઈ ગઈ પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલ આ સભામાં મુખ્ય મહેમાન તરીકે જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં મળેલ આ સભામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સભ્યો હાજર રહ્યાં હતાં અને ૨૮માંથી બે એજન્ડાને બાદ કરતાં તમામ એજન્ડાઓ સર્વાનુમતે પસાર થઈ ગયા હતા
આજની ખાસ સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસએ ભાઈચારો કેળવી એક મત દર્શાવતાં મતદારો પણ અચંબો પામી ગયા હતા ખાસ કરીને આ ખાસ સામાન્ય સભામાં કોંગ્રેસના એક સભ્યએ એવું લેખિત આપ્યું હતું કે દરેક સભ્યોને દર મહિને રૂપિયા 20 હજાર રૂપિયાનો પગાર મળે એવો ઠરાવ પસાર કરો પણ આ ઠરાવ પસાર નહોતો થયો આમ આજની સભા નાટકીય ઢબે 55 મિનિટમાં પુર્ણ થઈ ગઈ હતી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ