WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ દેશભક્તિના રંગે રંગાયું: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતા અંગે તિરંગા યાત્રા યોજાય

જસદણ દેશભક્તિના રંગે રંગાયું: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતા અંગે તિરંગા યાત્રા યોજાય
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ અને ઐતિહાસિક સફળતાની ઉજવણી કરવા જસદણમાં એક ભવ્ય તિરંગા યાત્રા યોજાય જેમાં હજજારો જસદણવાસીઓ જોડાય દેશપ્રેમ વહાવ્યો હતો ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં સેનાના જવાનોને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાય રહી છે તે અંતર્ગત જસદણના વીંછિયા રોડ પરથી જુના બસસ્ટેન્ડ પર આવેલ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર બાદ આ તિરંગા યાત્રાનું સમાપન થયું હતું આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમા પ્રવાસીઓ પર થયેલ હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદૂર મારફત ભારતીય સેનાએ નાલાયક પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતીય સેનાના આ ભવ્ય પરાક્રમને બિરદાવવા જસદણમાં તિરંગા યાત્રા યોજાય જેમાં જસદણ ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો સંગઠનના હોદ્દેદારો કાર્યકરો આ ઉપરાંત દેશ ભક્તિની ભાવના ધરાવતાં હિન્દુ મુસ્લિમ નાગરિકો સહિત આ તિરંગા યાત્રામાં જોડાય દેશ ભક્તિનો જબરો માહોલ બનાવ્યો હતો વિજયભાઈ રાઠોડએ વધુમાં જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રાનો મૂળભૂત હેતુ એ હતો કે ભારતીય સેનાનો આ થકી હોસલો વધે દેશના કાર્યક્રમમાં લોકો સ્વયંભુ જોડાયા જે અંગે વિજયભાઈએ જાહેર આભાર પણ વ્યક્ત કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો