જસદણના લાતીપ્લોટને જોડતાં પુલનું સમારકામ તાત્કાલિક કરાવો: પાલિકા સદસ્ય ગભરુભાઈ ધાધલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ગોપાલ જુના બસસ્ટેન્ડથી લાતીપ્લોટને જોડતો કાળિયો પુલ લાંબા સમયથી જર્જરીત થઈ ગયો છે તે તાત્કાલિક નવો બનાવવામાં આવે એવી માંગ ભાજપના યુવા આગેવાન અને વર્તમાન નગરસેવક ગભરુભાઈ ધાધલએ કરી છે તેમણે જણાવ્યું હતું કે જસદણ ભાદરનદી પર આવેલા કાળિયા પુલની હાલત અત્યારે એવી છે કે આ પુલ અંદાજિત ૬૦ વર્ષ જુનો છે હાલ આ પુલમાં રીતસરના ગાબડા પડી ગયા છે સ્લેબને સાઇડના પીલરમાં સળીયા બહાર નીકળી ગયા છે ભારે વાહનો તો ઠીક પણ લોકોને ચાલીને જવું પણ જોખમ લાગી રહ્યું છે શહેરનો લાતીપ્લોટ વિસ્તાર અનેક વેપાર ધંધા અને ઉદ્યોગ સાથે જોડાયેલો છે સેંકડો લોકો માટે આ પુલ પર અવરજવર કરવાનું એક માત્ર સાધન છે આ પહેલાં આ પુલને ખુદ સરકારના અધિકારીઓએ ડેડ જાહેર કર્યો હતો પણ હજું સુધી આ પુલને નવો બનાવવામાં કોઈ રસ દાખવ્યો નથી ત્યારે આ પુલને તાત્કાલિક નવો બનાવવામાં આવે આવે અને આ માટે સરકાર ખાસ આર્થિક સહાય આપી અને ઝડપભેર મંજૂરી આપે નહીંતર આ પુલ મોટી દુર્ઘટના નોતરશે જેની તમામ જવાબદારીઓ ઉચ્ચ અધિકારીઓની રહેશે એમ અંતમાં શાખ અને ધાક ધરાવતાં નગરસેવક ગભરુભાઈ ધાધલએ જણાવ્યું હતું.