હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મુળીલા ગામ નજીક અંદાજિત 350 વર્ષ પહેલાં મદફન થયેલ વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયાનો આગામી શનિવાર અને રવિવાર એમ બે દિવસીય ઉર્ષ મુબારક ઉજવાશે આ અંગે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અલ્લાહની બંદગી અને આજીવન સેવામય જિંદગી ગુજારનારા ગનીપીર સાહેબનો ઉર્ષ મુબારક દર વર્ષે શાનોશૌકતથી ઉજવાય છે જેમાં રાજકોટ જામનગર પોરબંદર સહિત દેશ દેશાવરમાંથી બહોળી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના ભાઈ બહેનો અને બાળકો આવી અકિદતના ફૂલો ન્યોછાવર કરે છે ત્યારે આગામી શનિવારના રોજ સાંજે ગનીપીર સાહેબના મઝાર મુબારકમાં વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) ના પ્રતિનિધિ સંદલ ચઢાવી બે દિવસીય પ્રારંભ કરી ત્યારબાદ શનિવારે રાત્રે અને રવિવારે બપોરે મજલીસ અને ન્યાઝ બાદ બે દિવસીય ઉર્ષ મુબારક પુર્ણ થશે આ અંગે મહેમાનોને ધ્યાને લઈને સેવાભાવી આયોજકોએ પાણીથી લઈને આરોગ્ય સુધીની ખાસ વ્યવસ્થા ગોઠવવા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ઉર્ષ મુબારકને લઈ દાઉદી વ્હોરા સમાજમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
Tags:
News