અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદમાં 18થી 59 વર્ષનાને ફ્રીમાં બુસ્ટરડોઝનો પ્રારંભ કરાયો

 બોટાદમાં 18થી 59 વર્ષનાને ફ્રીમાં બુસ્ટરડોઝનો પ્રારંભ કરાયો


  • જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવી રહ્યુ છે


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.15 જુલાઈથી 75 દિવસ ફ્રીમાં બુસ્ટર ડોઝ આપવાનું સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે. તે અંતર્ગત બોટાદ જિલ્લામાં 18થી 59 વર્ષની વય સુધીના લોકોને કોવિડ -19 રસીનો બુસ્ટરડોઝ ફ્રીમાં આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.



બોટાદમાં રસીકરણ કેન્દ્રો પર રસી લેવા માટે 18થી 59વર્ષની વ્યક્તિઓ માટે હાલ બોટાદ જિલ્લાના તમામ પ્રા. આ. કેન્દ્રો, સા. આ. કેન્દ્રો તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ભવિષ્યમાં કોરોના સંક્રમણની ચોથી લહેર આવવાની સંભાવનાને ધ્યાને રાખી લોકો ઝડપથી કોરોના રસીકરણનો બુસ્ટરડોઝ લેશે.


તો આગામી સમયમાં કોરોના સંક્રમણની ભયજનક પરિસ્થિતિનો સામનો કરી શકાશે. જેથી બોટાદ જિલ્લાના 18થી59 વર્ષની ઉંમરના તમામ લોકો ફ્રીમાં કોરોના રસીનો ડોઝ લે તેવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જાહેર જનતાને અપીલ કરી હતી.

વધુ નવું વધુ જૂનું