અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વૃદ્ધની લાશ ટાંકામાંથી મળી, બીમારીથી કંટાળી પગલું ભર્યું

 વૃદ્ધની લાશ ટાંકામાંથી મળી, બીમારીથી કંટાળી પગલું ભર્યું


  • ત્રીજા માળે કામ કરતા શ્રમિકનું નીચે પટકાતાં મોત

વૃદ્ધની લાશ ટાંકામાંથી મળી, બીમારીથી કંટાળી પગલું ભર્યું


શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા વૃદ્ધનો મૃતદેહ તેમના મકાનના પાણીના ટાંકામાંથી શનિવારે સવારે મળી આવ્યો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મકાનની અગાશી પર આવેલા પાણીના ટાંકામાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ તપાસમાં મૃતકનું નામ કિરીટભાઇ છગનભાઇ ટંકારિયા હોવાનું જાણવા મળ્યું હતું. લેડીઝ ટેઇલર તરીકે કામ કરતા કિરીટભાઇને સંતાન નથી. તે પત્ની સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી કિરીટભાઇ માનસિક બીમારીમાં સપડાયા હોય ઘરે જ રહેતા હતા. ગત રાતે એક વાગ્યા સુધી કિરીટભાઇ ઘરમાં સુતા હતા. બાદમાં સવારે તેમની પથારીમાં જોવા મળ્યા ન હતા. કિરીટભાઇએ બીમારીથી કંટાળીને પગલું ભર્યાની પરિવારે શંકા વ્યક્ત કરી છે.

અપમૃત્યુના બનાવમાં નાનામવા જીવરાજપાર્ક પાસે નવા બંધાઇ રહેલા બિલ્ડિંગના ત્રીજા માળેથી એક શ્રમિક કામ કરતી વેળાએ નીચે પટકાયો હતો. બનાવની અન્ય શ્રમિકોને ખબર પડતા તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શ્રમિક પંકજ પપ્પુભાઇ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવમાં બિલ્ડર કે કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવાનો પોલીસે નિર્દેશ આપ્યો છે.

અન્ય એક બનાવમાં મેટોડાની મહિલાએ પતિ સાથે માથાકૂટ થતાં એસિડ પી લેતા તે હોસ્પિટલના બિછાને પહોંચી હતી. મેટોડા જીઆઇડીસીના આશુતોષ પાર્કમાં રહેતી અનિતાબેન બબલુભાઇ કુશવાહા (ઉ.વ.35)એ પોતાના ઘરે એસિડ પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશની વતની અનિતાને ત્રણ સંતાન છે, પતિ સાથે કોઇ મુદ્દે બોલાચાલી થતાં તે બાબતનું માઠું લાગી આવતા પગલું ભર્યું હતું.

વધુ નવું વધુ જૂનું