સૌરાષ્ટ્રના વ્હોરા બિરાદરો બહોળી સંખ્યામાં સાઉદી અરેબિયાની યાત્રા પર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧
ઇસ્લામ ધર્મનું સૌથી વધું પવિત્ર શહેર સાઉદી અરેબિયાનું મક્કા શહેર છે દરેક મુસ્લિમોને જીવનમાં એકવાર આ સ્થળ પર જવાની મનોમન ઈચ્છા હોય છે જ પણ ઘણાં લોકો તબિયત નાણાંના અભાવે કે અન્ય કોઈ કારણોસર જઈ શકતાં નથી પણ હમણાં સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર જસદણ જેવાં અનેક શહેરોમાંથી વ્હોરા બિરાદરો બહોળી સંખ્યામાં સાઉદી અરેબિયાના પવિત્ર મક્કા અને મદીના શહેરની સફરે જઈ પોતાની વ્યક્તિગત મનોકામના પૂર્ણ કર્યાનો સંતોષ માન્ય હતો દરમિયાન સાઉદી અરેબિયાની પાક યાત્રાએ જનારાં રાજકોટનાં સદર વિસ્તારમાં રહેતા નફીસાબેન ફખરુંદ્દીનભાઈ હથીયારી નામના દાઉદી વ્હોરા મહીલાએ જણાવ્યું હતું કે અગાઉ મે ઈરાકના કરબલા નજફે અશરફ શહેરની ધર્મયાત્રા કરી હતી પણ મક્કા મદીનાની યાત્રા કરવાની ઈચ્છા પણ હતી તે અલ્લાહના રહેમોકરમથી આજે હું સંગાથીઓ સાથે જઈ રહી છું આ યાત્રા દરેકને નશીબ થાય એવી દુઆ કરીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે મક્કામાં સાઉદી સરકારે યાત્રીઓને કોઈ હાલાકી કે તકલીફ વેઠવી ન પડે તે માટે આધુનિકીકરણનું જબરજસ્ત આયોજન કરેલ છે જેમાં સરકાર દ્વારા દુનિયાભરમાંથી આવતાં યાત્રાળુઓ માટે પાણી થી લઈ આરોગ્ય સુધીની કાળજી રાખવામાં આવે છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News