: આપના દરેક ધર્મ ઇન્સાનિયત ભાઈચારો એકતા પર ભાર મુકે છે .એક બીજા ધર્મના અનુયાયીઓને આદર માન સન્માન આપવાનું કહે છે.છતાં ધર્મને નામે એટલી બધી હિંસા થાય છે કે એટલી હિંસા એક યુદ્ધમાં પણ નહી થતી હોય .
એવું નથી કે અભણ જ આવું કરે છે આપના કહેવાતા બૌદ્ધિકો શિક્ષિત લોકો પણ પાછળ નથી .
તમામ ધર્મોનો સાર માનવભલાઈ માનવકલ્યાણમાં જ રહેલો એમ કહે છે
આપના ગુજરાતની જ ગયા મહિનાની ઘટના છે કે મુશ્કેલી દુર કરવા બે ભાઈઓના પરિવારે એક તાંત્રિકને 35 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના પણ આપી દીધા હતા
આપને ત્યાં લોકો જાતજાતની ભાતભાતની માનતા માને છે .એમાં વધુ એક માનતા સામે આવી છે.
ઓરિસ્સામાં એક માતા તારિણીમાતાનું મંદીર આવેલું છે આ મંદીરમાં ભક્તો દેશના કોઈ પણ ખુણે રહેતા હોય એક લાલ કપડામાં વિટાળી નારિયેળ ચડાવે છે ઓરિસ્સા તરફ જતા કોઈ પણ ટ્રક કે બસના ડ્રાઈવરો આ નારિયેળ ભક્તો પાસેથી લઈ એક બોક્ષમાં નાખી દે છે મંદીર ટ્રસ્ટ મારફત આ નારિયેળ ભેગા કરવા ગજાંમ સહીત 30 જિલ્લામાં બસ સ્ટેન્ડ અને જાણીતા ચાર રસ્તાઓ પર એક બોક્ષ મુકવામાં આવ્યું છે ડ્રાઈવરો આ નારિયેળ આ બોક્ષમાં નાખી દે છે ત્યાંથી મંદીર ટ્રસ્ટ આ નારિયેળ મંદીર સુધી લઈ જાય છે.
આ મંદીરમાં રોજ 30 હજારથી વધુ નારિયેળ આવે છે એટલે કે વરસે 1 કરોડ કરતા વધારે નારિયેળ જમા થાય છે 150 થી વધુ બોક્ષમાં આ નારીયેલ જમા થાય છે આ નારીયેલથી મંદીરને દર મહિને સાડા ત્રણ કરોડની આવક થાય છે એમ કહેવાય છે કે 14 સદીમાં આ પ્રથા ચાલુ થઈ હતી જે આજે 2023માં પણ ચાલુ છે.
ભગવાનને સાચા દિલથી માનો પૂરેપૂરુ સમર્પણ કરો ભગવાનથી ડરવાનું નથી ભગવાનને સાચા અંતઃકરણથી ચાહવાના છે પ્રેમ કરવાનો છે સાચી મોહબ્બત કરવાની છે કઈ પણ માંગવાનું નથી.ભગવાને જે કઈ આપ્યું છે તમે એના લાયક નથી માટે સાચા દિલથી સાચા સાફ મનથી નતમસ્તક આભાર વ્યક્ત કરો.તમારે શુ જોઈએ છે ? તમારી મનોકામનાઓ શુ છે? તમારી પ્રાર્થના શુ છે? તમારી લાંબી મંગણીઓનું લિસ્ટ ભગવાનને ખબર છે એ તો અંતર્યામી છે જ્યારે યોગ્ય સમય થશે તે વખતે તમને જે આપવું હશે તે જરૂર આપશે જ વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો ભરોસો રાખો .કદાચ વાર લાગે પણ તમને જે આપવાનું હશે તે આપશે જ સબર કરો ધીરજ રાખો ઉતાવળ ના કરો
વો જો ચાહે તો બુરા વક્ત બદલ શકતા હે
કિસ્મત કી લકીરો કો બદલ શકતા હે.
એ સર્જનહાર છે પાલનહાર છે આપના યશસ્વી કવિ મિત્ર ગૌરાંગભાઈ ઠાકર સાહેબનો ખુબ જ મજાનો શેર છે.
: હું મંદીરમાં આવ્યો અને દ્રાર બોલ્યું.
પગરખાં નહી અભરખા ઉતારો.
જો તમેં તમારી માનસિકતામાં ફરક લાવશો તો ચોક્કસ તમારું જીવનધોરણ સુધરી જશે
આપના ધર્મધુરંધરો મર્યા પછી સ્વર્ગની વાતો કરે છે પણ તે પહેલાં આ ધરતી પર સ્વર્ગ ઉતરીV શકે છે જો આપને થોડી સમજદારીથી સબરથી કામ લઈએ તો કદાચ સ્વર્ગ ધરતી પર ઉતરી જશે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
News