અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

કાલે વાંકાનેરમાં હાડકાં અને સાંધાના રોગોનો વિનામૂલ્યે કેમ્પ: ડો. ચિરાગ પરસાણા સેવા આપશે

કાલે વાંકાનેરમાં હાડકાં અને સાંધાના રોગોનો વિનામૂલ્યે કેમ્પ: ડો. ચિરાગ પરસાણા સેવા આપશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૧
સૌરાષ્ટ્રમાં હજજારો દર્દીઓને સડસડાટ દોડતાં કરનારા જાણીતા ઓર્થોપેડીક તબીબ ચિરાગ પરસાણા કાલે રવિવારે વાંકાનેરમાં જેઠીબાઈ ભોજન ભોજન શાળા ખાતે યોજાયેલ કેમ્પમાં ખાસ હાજર રહી સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યાં સુધી હાડકાં અને સાંધાના દર્દીઓની ખાસ વિનામૂલ્યે તપાસ કરી દવાઓ પણ આપશે આ માટે દર્દીઓએ પોતાનું નામ અને વિગત મો.6352197312, અને 6352481121 ઉપર રજિસ્ટ્રેશન કરાવવું એમ એક યાદીમાં જણાવાયું છે સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં હાડકાં અને સાંધાના જટીલ રોગોની સારવાર કરી દર્દીઓને શાતા આપનાર સેવાભાવી તબીબ ચિરાગ પરસાણા કાલે રવિવારે રાજકોટ કેમ્પમાં માનદ્ સેવા આપવાના હોય એનો લાભ વાંકાનેર પંથકનાં તમામ દર્દીઓ મેળવી શકે તે માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924814352
વધુ નવું વધુ જૂનું