વિછીયા તાલુકાના ગોરૈયા ગામે ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો : ૨૦,૮૩૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ વિછીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા વિછીયા તાલુકાના ગોરૈયા ગામ પ્રાથમિક શાળા પાસે આવતા બાતમીના આધારે હકિકત મળેલ કે, ગોરૈયા ગામમાં મેઇન બજારમાં પુરણદાસ બ્રાહ્મણના મકાનમાં વિજયભાઇ હરીભાઇ દવે નામનો માણસ પોતે કોઇપણ મેડીકલ ડીગ્રી ધરાવતો ન હોવા છતા ગે.કા. કલીનીક ચલાવે છે, અને હાલ તેની પ્રેકટીસ ચાલુ છે.
હકિકતવાળી જગ્યાએ તપાસ કરતા ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ વિજયભાઇ હરીભાઇ દવે જાતે રાજગોર બ્રાહ્મણ ઉ.વ.૪ ૦ ધંધો.મેડીકલ પ્રેકટીશ રહે.ગોરૈયા ગામમાં પુરણદાસના મકાનમાં ભાડેથી તા.વિછીંયા જી.રાજકોટ મુળ જસદણ ધર્મભકિત સોસાયટી હોવાનુ જણાવેલ હોય, અને ઇસમ પાસે ડોકટર તરીકેની મેડીકલ પ્રેકટીશને લગતી કોઇ ડીગ્રી હોય તો રજુ કરવાનુ કહેતા ઇસમે નહી હોવાનું જણાવેલ હોય,
તેમજ ઇસમ છેલ્લા ત્રણ વર્ષ થી પોતે આ કલીનીક ચલાવતો હોવાનુ જણાવેલ, જેથી પોલીસે તપાસ કરતા કલીનીકમાં કરતા કલીનીકમાંથી જુદાજુદા દર્દો મટાડવાની ટેબ્લેટસ તથા ઇન્જેકશનો તથા સીરીજ તથા નીડલ તથા મેડીકલ પ્રેકટીશને લગતા અન્ય સાધનો તથા દવાઓ મળી આવેલ જેથી વિજયભાઇ હરીભાઇ દવે રહે.હાલ ગોરૈયા મુળ જસદણ પોતે કોઇ મેડીકલ પ્રેકટીસ ની ડીગ્રી ધરાવતા ન હોવા છતા પોતે પોતાની કલીનીકમાં એલોપેથીક દવાઓ, સીરીજ, નીડલ તથા મેડીકલ પ્રેકટીશને લ ગતો સામાન રાખી પોતે એલોપેથીક ડોકટર ન હોવા છતા દર્દીઓને સારવાર આપી એલોપેથીક ડોકટર તરીકે પ્રેકટીશ કરી કુલ રૂ.૧૯,૧૩૫ ના મેડીકલ પ્રેકટીશને લગતી દવા/લંજેકશનો તથા સામાન તથા રોકડ રૂપીયા ૧૭૦૦ એમ કુલ કિ.રૂ .૨૦,૮૩૫ સાથે મળી આવતા મુદામાલ કબજે કરી ઇસમે મેડીકલ પ્રેકટીશ એ કટની કલમ ૩૦ મુજબ ગુન્હો કરતા ધરપકડ કરી હતી.