અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ: બે લાખની ડી.જે સિસ્ટમ ભાડે લઈ રાજસ્થાની રફુચકકર

જસદણ: બે લાખની ડી.જે સિસ્ટમ ભાડે લઈ રાજસ્થાની રફુચકકર

ત્રણ-દિવસ ભાડે લેવાનું કહી ડીપોઝીટ  આપી કરી છેતરપિંડી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ શહેરના ઈલેકટ્રીકના ધંધાર્થીને આણંદપર ગામના રહેવાસી   હોવાની  ઓળખ આપી રાજસ્થાની શખ્સ ડી.જી. સીસ્ટમ  ભાડે લઈ  પરત ન આપી રૂ.2 લાખની ઠગાઈ  કર્યાની ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગત મુજબ જસદણના પોલાર પર રોડ પર આવેલા શકિતનગરમાં રહેતા હરેશભાઈ રણછોડભાઈ સાકરીયા નામના યુવાને મુળ રાજસ્થાનના મનીષ પાલીવાલ નામના શખ્સે ડી.જે.ની સીસ્ટમ ભાડે લઈ પરત ન આપી રૂ. 2 લાખની ઠગાઈ   કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં  ગત તા.19 માર્ચના રોજ મનીષ પાલીવાલનો મોબાઈલમાં ફોન આવેલો અને આણંદપરથી બોલુ છુ  ત્રણ દિવસ ડી.જે. સીસ્ટમ ભાડે જોઈએ છે. બાદ મનીષ પાલીવાલ રૂબરૂ આવી  1 હજાર ડિપોઝીટ આપી ડી.જે. સીસ્ટમ ભાડે લઈ  ગયા બાદ આજે સુધી ડી.જે.  સીસ્ટમ   પરત ન આપી  ઠગાઈ કર્યાની જણાવ્યું હતુ.
પોલીસે મનીષ પાલીવાલ સામે ગુનો  નોંધી ધરપકડ કરવા પી.એસ.આઈ. ટી.બી. જાની સહિતના  સ્ટાફે  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ નવું વધુ જૂનું