આ વખતે સુરતમાં ગણેશોત્વ ખુબ ધૂમધામ અને ઉત્સાહ ઉમઁગ હર્ષોઉલ્લાસ સાથે મનાવાઈ રહ્યો છે. આશરે 80/000 હજાર વિવિધ અલગ અલગ નયનરમ્ય આકર્ષક મૂર્તિઓ સ્થાપવામાં આવી છે.
હમણાં થોડા સમય પહેલા સુરતના બે જીવાદોરી સમાન ઉદ્યોગ કાપડ અને હીરામાં મંદી હતી. હીરામાં તો હજુ પણ મંદી છે. પણ તહેવારો શરૂ થતા સુરતના કાપડ ઉદ્યોગમાં તેજી આવી છે.
પહેલા જન્માષ્ટમીમાં પણ ધૂમ ક્રિષ્નાનાં વાઘા સાજ શણગાર ક્નેયા ડ્રેસનું સારુ એવું વેચાણ થયું. સાજ શણગાર નો સામાન મોરપીંછ વાંસળી ડ્રેસ દહીં દૂધ માખણ પ્રસાદની સામગ્રી ઢોલ ત્રાસા મટકીફોડમાં વાગ્યાં. બજારમાં પૈસો ફરતો થશે એવી આશા બઁધાઈ.
હવે શ્રીજીનું આગમન થતા સુરતના બજારોમાં ચમકદમક પાછી આવી છે. શ્રીજી માત્ર સુરતની જ઼ વાત કરીએ તો લાખો લોકોને રોજગાર રોજી રોટી પુરી પાડી રહ્યા છે. પહેલા મૂર્તિઓ બનાવનારા કારીગરો પાસે બે મહિનાથી સમય નહોતો. કેટલાક કારીગરો છેક બંગાળથી ખાસ મૂર્તિઓ બનાવવા આવ્યા હતા. એ પછી મંડપ બાંધનારા ભાઈઓ પાસે આ વખતે મંડપ બાંધવાનો સામાન ખૂટી પડ્યો. મંડપ બાંધનાર કારીગરો ઓછા પડ્યા. પછી લાઈટ ડેકોરેશન માળીભાઈઓ મંડપની સાજ સજાવટ શણગારની સામગ્રી બહુ ઉપડી. એક સરખા કપડાં મંડપનું કાપડ વરસાદ ચાલુ હોવાથી પ્લાસ્ટિક તાડપત્રી પતરાંની માંગમાં વધારો થયો. સ્થાપના વખતે ઢોલ ત્રાસા વગાડનાર ભાઈઓ મહારાષ્ટ્રથી આવ્યા. ડી. જે. ની માંગ વધી. હાઇટેક લાઇટિંગ ડેકોરેશનની બોલબાલા વધી.
આ વખતે મોતીચુરનાં લાડુ અને મોદકની માંગ વધી છે. છપ્પન ભોગનું આયોજન થઈ રહ્યું છે. સત્યનારાયણની કથાઓ પણ થઈ રહી છે. કથા કરનાર મહારાજ પાસે જરા પણ સમય નથી. એક દીવસમાં ચારથી પાંચ કથાઓ કરવી પડે છે. કાશ્મીરી ગુલાબ તો મળતા નથી ગલગોટા લીલી ચમેલીથી કામ ચલાવાય છે.
હાથલારીઓ ટેમ્પો ટ્રક મેટાડોર છોટા હાથી છત્રીના માલિકો છત્રી લઈને ચાલનાર ભાઈબહેનો પેટ્રોલ પમ્પ માલિકો લાઇટિંગવાલા વાયરમેન મંડપમાલિકો મંડપબાંધનાર કારીગરો મંડપના કપડાં વેચનાર લાઈટ પંખા ભાડે આપનાર મંડપ ડેકોરેશન કરનાર શ્રીજીની મૂર્તિના સાજ શણગાર વેચનાર ભાઈઓ ખુરશી ટેબલ તેમજ બીજો સામાન ભાડે આપનાર શ્રીજી પ્રતિમા બનાવનાર વેચનારભાઈઓ પ્રસાદ પુજાનો સામાન વેચનાર મોદક અને લાડુ મીઠાઈઓ વેચનાર માઈક ડી. જે ભાડે આપનાર ઢોલ ત્રાસા વગાડનાર મંડળો ફટાકડા વેચનાર એકસરખા ડ્રેસ બનાવનાર દરજીભાઈઓ તૈયાર ડ્રેસ વેચનાર બુટ વેચનાર ભાઈઓ મોચી ભાઈઓ ફૂલો વેચનાર માળીભાઈઓ મહાઆરતી સત્યનારાયણ અને છપ્પનભોગની સામગ્રી વેચનાર કથા કરનાર મહારાજો બાજઠ ફેંટા વેચનાર ભાઈઓ રીક્ષા ચલવાનારભાજેવા લાખો લોકોને રોજી રોટી મળી રહી છે. લાગે છે કે શ્રીજી આ વખતે સુરતીઓની બધી તકલીફો મુસીબતો આફતોને દુર કરી બજારોમાં કાયમી તેજી લાવશે. સુરતના બજારોમાં લાંબા વિરામ પછી સળંગ તેજી આવી છે શ્રીજી આમ પણ વિઘ્નહર્તા ગણાય છે.
હજુ નવરાત્રીનાં નવ દિવસની રોનક બાકી છે. એ પછી દશેરા પર લાખો રૂપિયાનાં ફાફડા જલેબી વેચાશે. પછી આપણા સુરતીઓનો માનીતો તહેવાર ચંદની પડવો આવશે જેનાં માટે સુરત જગમશહુર છે તે લાખો રૂપિયાની ઘારી ભુસુ ખવાઈ જશે. પછી વાગબારસ ધનતેરસ કાલી ચૌદસ દિવાળી નવું વરસ ભાઈબીજ લાભ પાંચમ તહેવાર જ઼ તહેવાર છે.
આમ શ્રીજી સુરતનાં બજારોમાં તેજી જ઼ તેજી લાવ્યા છે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427