બોટાદમા રહેણાકી મકાનમાંથી વિદેશી દારૂની 171 બોટલ મળી કુલ 44,051ના મુદ્દામાલ સાથે બે ઈસમ પકડાયા હતા.
બોટાદ એલ.સી.બી. પોલીસ તીમ પેટ્રોલીગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બોટાદના પાળીયાદ રોડ ઉપર બ્રાહ્મણ સોસાયટીમા રહેતા હર્ષીદ જોરૂભાઈ ભોજક તેના રહેણાકી મકાનમા ઈગ્લીશ દારૂની બોટલ લાવી વેચાણ કરે છે.
એલ.સી.બી.ની ટીમે રેડ પાડતા મકાનમાંથી દારૂની કુલ બોટલ નંગ 171 મળી કુલ કિમત રૂપિયા 44,051ના મુદ્દામાલ સાથે હર્ષીદ જોરૂભાઈ ભોજકને ઝડપી પાડ્યો હતો.
અને તેની પુછપરછ કરતા દારૂની બોટલો જયુ હકુભાઈ ખાચર (રહે. સાંગણપુર ) મુકી ગયા હોવાનુ જણાવ્યુ હતુ.