સામાજિક કાર્યકર દુરૈયાબેન મુસાણીએ ગાંધીજીની પ્રતિમા પાસે ભાવાંજલિ અર્પણ કરી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિશ્વમાં આપણા દેશ ભારતની ઓળખ ગાંધીજી થકી છે એવા મહામાનવની આજે જન્મજયંતી પ્રસંગે દેશભરમાં ગાંધીબાપુને લોકો યાદ કરી રહ્યાં છે.
ત્યારે આજે સૌરાષ્ટ્રના દાઉદી વ્હોરા સમાજના મહીલા અગ્રણી અને સમાજ સેવિકા દુરૈયાબેન મુસાણીએ આજે રાજકોટ ખાતે જેની પોતડીમાં પારકા પૈસા રાખવાનું ખિસ્સું નહોતું એવાં મહાત્મા ગાંધીને ભાવાંજલી આપી જણાવ્યું હતું કે આ માણસે સત્ય પ્રેમ કરુણા અહીંસા શ્રમમાં જે ચીવટ દાખવી છે
જેને આવનારી પેઢીઓ પણ ભુલી નહી શકે અને ભુસી નહિ શકે સમય બદલાતો રેહશે પણ તેમનાં આ મૂલ્યોનું મહત્વ ક્યારેય નહીં ઘટે છેલ્લે ગાંધી બાપુની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી.
Tags:
News