અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાણપુરમાં 12 વર્ષની દીકરીનું અપહરણ કરી ઈસમ ભગાડી જતા પોલીસમાં ફરિયાદ

રાણપુર માથી 12 વર્ષની દિકરીને લલચાવી ફોસલાવી ગેરકાયદે રીતે વાલીપણામાંથી 12 વર્ષની દિકરીનુ એક ઈસમ અપહરણ કરી ભગાડી ફરાર થઈ ગયો હતો. મૂળ રાણપુરના બુબાવાવ ગામે રહેતા અને હાલ રાણપુર ખાતે રહેતા ફરિયાદીની 12 વર્ષની દિકરી અને ફરિયાદીના સગા વહાલા તા.23/11/2024ના રોજ સવાર સમયે ધારપીપળાના માર્ગે આવેલી વાડીએ કપાસ વીણવાની મજુરીએ ગયા હતા તે સમયે ફરીયાદીની દિકરીએ ફરીયાદીને કહ્યુ કે મારે બહાર જવુ છે જેથી ફરીયાદીએ તેની દિકરીને બહાર જવા દીધી હતી
ત્યારબાદ સાંજ સુધી ફરીયાદીની 12 વર્ષની દિકરી પરત ન આવતા ફરીયાદી અને તેના સગા વહાલાએ આજુબાજુની વાડીઓમાં દિકરીની તપાસ કરતા દિકરી મળી ન આવતા ફરિયાદી અને તેમના સગા વ્હાલા ઘરે આવી આજુબાજુ મા તપાસ કરતા દિકરી મળી આવી ન હતી ત્યારે પંદર દિવસ પહેલા ફરિયાદીની દિકરી પાસેથી એક સાદો કી-પેડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો જે મોબાઇલ ફોન વિશે પુછતા ફરીયાદીની દિકરીને આ મોબાઈલ પ્રકાશભાઇ દીપુભાઈ મીઠાપરા (હાલ રહે.રાણપુર ,મુળ રહે. બુબાવાવ ગામ તા.રાણપુર )એ આપ્યો હતો જેથી ફરિયાદીએ આ ફોન પ્રકાશને પરત આપી દીધો હતો, જેથી ફરિયાદીને પ્રકાશ દીપુભાઈ મીઠાપરા ઉપર શક જતા પ્રકાશના ઘરે તપાસ કરાવતા જાણવા મળ્યુ હતુ કે પ્રકાશ તેના ઘરે નથી જેથી પ્રકાશ દીપુભાઈ મીઠાપરા ફરિયાદીની 12 વર્ષની દિકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી લઇ ગયો હોવાનું તારણ કઢાયુ હતુ. આ અંગે ફરિયાદીએ પ્રકાશ મીઠાપરા વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો