અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ફક્ત 14000 રોકીને જોરદાર રૂપિયા કમાવાનો મોકો, 13 નવેમ્બરે ખુલી રહ્યો છે ધાકડ IPO

ટ્રક માલિકો માટે સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ જિન્કા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ લિમિટેડનો IPO (Zinka Logistics IPO) 13મી નવેમ્બરે ખુલી રહ્યો છે. 1115 કરોડ રૂપિયાના IPO માટે પ્રાઈસ બેન્ડ 259-273 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
ભારતીય શેરબજારમાં વર્ષ 2024માં શાનદાર તેજી જોવા મળી છે. તેની અસર ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓ (IPO) માર્કેટમાં પણ જોવા મળી છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં IPO દ્વારા કંપનીઓએ રેકોર્ડ ફંડ એકત્ર કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં IPO લાવીને કંપનીઓ 1.22 લાખ કરોડ રૂપિયા એકત્ર કરી ચૂકી છે. એટલું જ લોકોમાં પણ IPOમાં રોકાણ કરવાનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. અત્યારે મોટી સંખ્યામાં લોકો IPO ભરી રહ્યા છે. જો તમે પણ IPO ભરો છો તો તમારા માટે કામના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આવતા અઠવાડિયે વધુ એક IPO ખુલી રહ્યો છે.
ટ્રક માલિકો માટે સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ જિન્કા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ લિમિટેડનો IPO (Zinka Logistics IPO) 13મી નવેમ્બરે ખુલી રહ્યો છે. 1115 કરોડ રૂપિયાના IPO માટે પ્રાઈસ બેન્ડ 259-273 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, કંપનીએ શુક્રવારે કહ્યું કે આઈપીઓ 18 નવેમ્બરે બંધ થશે. જિન્કા લોજિસ્ટિક્સ IPO લોટ સાઈઝ 54 ઈક્વિટી શેર છે. તો 19 નવેમ્બરે શેરનું એલોમેન્ટ થઈ શકે છે.

IPOમાં 550 કરોડ રૂપિયાના નવા શેર જારી થશે, સાથે જ વર્તમાન શેરહોલ્ડર્સ અને પ્રમોટર્સ દ્વારા 2.16 કરોડ શેરનું ઓફર ફોર સેલ કરાશે. અપર પ્રાઈઝ બેન્ડ પર OFSની વેલ્યૂ લગભગ 564.72 કરોડ રૂપિયા હશે. આ IPOમાં કર્મચારીઓને ઈક્વિટી શેર દીઠ 25 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

IPO દ્વારા એકત્ર થયેલી રકમનો ઉપયોગ સેલ્સ અને માર્કેટિંગ કોસ્ટ માટે કરાશે. સાથે જ કંપની Blackbuck Finserve Private Limitedમાં રોકાણ કરશે. આ ઉપરાંત IPO દ્વારા એકત્ર થયેલી રકમનો ઉપયોગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સંબંધિત ખર્ચ માટે કરવામાં આવશે.

IPOમાં 75 ટકા ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ રોકાણકારો માટે, 10 ટકા રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા ભાગ નોન ઈન્સ્ટીટ્યૂશનલ રોકાણકારો માટે રિઝર્વ છે. IPO માટે એક્સિસ કેપિટલ લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઈવેટ લિમિટેડ, જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડ અને IIFL સિક્યોરિટીઝ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે. કેફિન ટેક્નોલોજી લિમિટેડ આ ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. Vinchhiya.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો